દિવાળી શુભ મુહૂર્ત ૨૦૨૨ : કેટલા વાગ્યાથી શરૂ થશે દિવાળી અને પૂજા માટે શું છે શુભ મુહૂર્ત

આ વર્ષે દિવાળીનો તહેવાર આજે 24 ઓક્ટોબર 2022ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. દિવાળીના દિવસે માં લક્ષ્મીજી, ભગવાન ગણેશ, ભગવાન કુબેર અને માં સરસ્વતીજીની પૂજા કરવામાં આવે છે. ચાલો જાણીએ પૂજાનું શુભ મુહૂર્ત, વિધિ, મંત્ર, દિવાળીના મહાઉપાય અને પૂજા દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

દિવાળીનો તહેવાર કારતક મહિનાની અમાવસ્યા તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે દિવાળીનો તહેવાર 24 ઓક્ટોબર 2022 એટલે કે આજે ઉજવવામાં આવી રહ્યો છે. દિવાળી પર માં લક્ષ્મીજી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે માતા લક્ષ્મી ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે. એવું માનવામાં આવે છે કે, દીપાવલીના દિવસે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ લંકાપતિ રાવણ પર વિજય મેળવીને અયોધ્યા પરત ફર્યા હતા. 14 વર્ષનો વનવાસ પૂરો કરીને ભગવાન રામના અયોધ્યા પરત ફર્યાની ખુશીમાં લોકોએ આખી અયોધ્યાને દીવાઓથી શણગારી હતી. ત્યારથી સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. ચાલો જાણીએ દિવાળી પર લક્ષ્મી પૂજાનું શુભ મુહૂર્ત, સંયોગ અને પૂજા વિધિ વિશે વિસ્તારથી.

લક્ષ્મી પૂજનનું શુભ મુહૂર્ત 
– અમાવસ્યા તિથિનો પ્રારંભ – 24 ઓક્ટોબર, 2022 સાંજે 05.27 વાગ્યાથી
– અમાવસ્યા તિથિ સમાપ્ત – 25 ઓક્ટોબર, 2022 સાંજે 04:18 વાગ્યા સુધી
– લક્ષ્મી પૂજનનું મુહૂર્ત – સાંજે 7 વાગ્યાથી લઈને રાત્રિની 9 વાગ્યા સુધી
– પ્રદોષ કાલ – સાંજે 06.10 વાગ્યાથી 08.39 વાગ્યા સુધી
– વૃષભ કાલ – સાંજે 07:26 વાગ્યાથી રાત્રિના 09:26 વાગ્યા સુધી

લક્ષ્મી પૂજનની સામગ્રી
દિવાળીની પૂજા માટે રોલી, ચોખા, પાન-સોપારી, લવિંગ, એલચી, ધૂપ, કપૂર, ઘી કે તેલથી ભરેલા દીવા,  નારિયેળ, ગંગાજળ, ફળો, ફૂલ, મીઠાઈઓ, દુર્વા, ચંદન, ઘી, સૂકો મેવો, પતાશા, કળશ, બાજોટ, ફૂલનો હાર, શંખ, લક્ષ્મી-ગણેશ, માં સરસ્વતી અને ભગવાન કુબેરની મૂર્તિ, થાળી, ચાંદીના સિક્કા, 11 દીવા, માં લક્ષ્મીજીના વસ્ત્ર, માં લક્ષ્મીજીના શ્રૃંગારનો સામાન. 

માં લક્ષ્મીજીની પૂજા કરતી વખતે આ વાતોનું રાખો ખાસ ધ્યાન

  • તુલસીને વિષ્ણુ પ્રિય માનવામાં આવે છે અને ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપ સાથે તેમના લગ્ન થયા છે. આ કારણે તેઓ માતા લક્ષ્મીની બહેન છે. તેથી માં લક્ષ્મીને કંઈ પણ અર્પણ કરતી વખતે તેમાં તુલસી અને તુલસીના માંજર ન નાખો. આવું કરવાથી માં લક્ષ્મીજી નારાજ થઈ જાય છે.

લક્ષ્મીજીની પૂજાના મંત્ર
જો તમે મહાલક્ષ્મીના મહામંત્ર ऊँ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद् श्रीं ह्रीं श्रीं ऊँ महालक्ष्मयै नम: ના કમલગટ્ટાની માળાથી ઓછામાં ઓછા 108 વખત જાપ કરશો, તો તમારી ઉપર માં લક્ષ્મીજીની કૃપા બની રહેશે.  

-“ॐ ह्रीं श्रीं लक्ष्मीभ्यो नमः॥”
“ॐ गं गणपतये नमः॥” 

દિવાળી લક્ષ્મી પૂજાના ઉપાય
દિવાળીના મહાઉપાય-
 દિવાળીની મધ્યરાત્રિએ 11થી 1 વાગ્યાની વચ્ચે લાલ કે પીળા વસ્ત્રો પહેરો. એક મુખી ઘીનો મોટો દીવો પ્રગટાવો. પૂર્વ દિશાની તરફ મુખ રાખીને પૂજાની શરૂઆત કરો. મંત્રના જાપ કરવા માટે સ્ફટિક અથવા રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરો.

ધન પ્રાપ્તિના ઉપાય- દિવાળીની રાત્રે એક ભોજપત્ર અથવા પીળો કાગળ લો. આ ભોજપત્ર અથવા કાગળનો ટુકડો ચોરસ હોવો જોઈએ. તેના પર નવી લાલ પેનથી એક મંત્ર લખો. મંત્ર હશે “ॐ श्रीं ह्रीं क्लीं त्रिभुवन महालक्ष्म्यै अस्मांक दारिद्र्य नाशय प्रचुर धन देहि देहि क्लीं ह्रीं श्रीं ॐ”. તેને માં લક્ષ્મીજીને અર્પણ કરો. આ પછી આ મંત્રનો અગિયાર માળાનો જાપ કરો. મંત્રનોજાપ કર્યા પછી આ ભોજપત્ર અથવા કાગળ તમારી તિજોરીમાં મૂકી દો. જો તમે ઈચ્છો તો તેને તમારા પર્સમાં પણ રાખી શકો છો.

દેવાથી મુક્તિ મેળવવાનો ઉપાય- હનુમાનજીની કેસરી રંગની મૂર્તિ લઈ આવો. તેમની સામે ચમેલીનો એકમુખી દીવો પ્રગટાવો. આ પછી તેમને એક તાંબાનો છિદ્રવાળો સિક્કો પણ અર્પિત કરો. હવે કોઈ ખાસ મંત્રનો ઓછામાં ઓછા 11 વાર જાપ કરો. મંત્ર હશે –  “ॐ नमो हनुमते भयभञ्जनाय सुखम कुरु फट स्वाहा.” મંત્રનો જાપ કર્યા પછી ધન લાભ અને ઋણ મુક્તિ માટે પ્રાર્થના કરો.

આ પણ વાંચો : નુતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ પાઠવો અલગ અંદાજમાં