વલસાડમાં ધાબા પર મોર્નિંગ વોક કરતી મહિલાનું ટેરેસ પરથી નીચે પટકાતા કરૂણમોત

વલસાડ માં આજે વહેલી સવારે એક મહિલા નું ટેરેસ પર થી નીચે પટકાતા મોત થઈ જતા ભારે અરેરાટી ફેલાઈ ગઇ છે. ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી આ અંગે મળતી વિગતો મુજબ વલસાડ ના દાણા બજાર વિસ્તારમાં આવેલ વીલા એપાર્ટમેન્ટ ના ધાબા ઉપર મોર્નિંગ વોક કરી રહેલી મહિલા અચાનક નીચે પટકાયા હતા જેઓ ને ગંભીર ઇજાઓ થતા તેઓનુ કરૂણ મોત થયું હતું.આ ઘટના ને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ હતી.

Woman dies after falling from terrace while walking on stairs in Valsad
Woman dies after falling from terrace while walking on stairs in Valsad

એપાર્ટમેન્ટના ત્રીજા માળે રૂમ ન.302 માં રહેતા નયુબાઈ ગતારામ કુનમાંજી (ઉંમર વર્ષ 58) પોતાના નિત્યક્રમ મુજબ મોર્નિગ વોક માટે અગાશી પર ચઢ્યા હતા. નયુબાઈ એપાર્ટમેન્ટની ટેરેસ્ટ પર મોર્નિંગ વોક કરી રહ્યા હતા. મોર્નિંગ વોક દરમિયાન નયુબાઈને ચક્કર આવ્યા હતા. જેથી તેઓ એપાર્ટમેન્ટની ટેરેસ્ટ પરથી નીચે વીજ વાયરને સ્પર્શ કરીને સીધા જમીન પર પટકાયા હતા.

નયુબાઈ કુનમાંજીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. નયુબાઈ છેલ્લા ઘણા મહિનાથી બીમારીથી પીડાતા હતા. તેમની બીમારીના કારણે તેમને અનેકવાર ચક્કર આવતા હોવાનું પરિવારજનોએ પોલીસ તપાસમાં જણાવ્યું. જે કારણે આજે મહિલાનું મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતા વલસાડ સિટી પોલીસની ટીમ તથા વીજ કંપનીના કર્મચારીઓ તથા 108 નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મહિલા વીજ તારા પર પટકવાને કારણે સમગ્ર વિસ્તારમાં વીજ પ્રવાહ બંધ થયો હતો. પોલીસે મહિલાના મૃતદેહનો કબજો લઈ પી.એમ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી