Smartphone Yojana Gujarat : ખેડૂતોને મળશે ફોન ખરીદવા સહાય

ગ્રુપમાં જોડાઓ માટે ➔ અહી ક્લિક કરો

Smartphone Yojana Gujarat:

ખેડૂત દ્વારા ખરીદવામાં આવતાં સ્માર્ટફોન પર સહાય આપવાની યોજના અન્વયે ખેડૂતને એક સ્માર્ટફોનની ખરીદી કર્યેથી રૂ.૧૫૦૦૦/- સુધીની કિંમત પર સહાય મળવાપાત્ર રહેશે. જેમાં ખેડૂતને સ્માર્ટફોનની ખરીદ કિમતના ૧૦% સહાય અથવા રૂ.૧૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર રહેશે. દા.ત. કોઇ ખેડૂત રૂ. ૮૦૦૦/-ની કિમતનો સ્માર્ટફોન ખરીદ કરે તો ખરીદ કિમતના ૧૦% મુજબના રૂ. ૮૦૦/- અથવા રૂ.૧૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે એટલે કે રૂ. ૮૦૦/- સહાય મળવાપાત્ર થાય અને જો કોઇ ખેડૂત રૂ. ૧૬૦૦૦/-ની કિમતનો સ્માર્ટફોન ખરીદ કરે તો ખરીદ કિમતના ૧૦% લેખે રૂ. ૧૬૦૦/- અથવા રૂ. ૧૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે એટલે કે રૂ. ૧૫૦૦/- સહાય  મળવાપાત્ર થાય. આ સહાય ફકત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે, સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરીબેક અપ ડીવાઇઝ, ઇયર ફોન, ચાર્જર વગેરે જેવા સાધનોનો સમાવેશ થઇ શકશે નહીં. આ યોજના માટે એપ્લાય કરવા @https://ikhedut.gujarat.gov.in/ ની વેબસાઈટ ઉપર જવું.

Smartphone Yojana Gujarat  ખેડૂતોને મળશે ફોન ખરીદવા સહાય
Smartphone Yojana Gujarat ખેડૂતોને મળશે ફોન ખરીદવા સહાય

પાત્રતા : 

આ યોજનાનો લાભ રાજયમાં જમીન ધારણ કરતાં તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. આ યોજના હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતા વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ વાર સહાય મળવાપાત્ર થશે. સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને તેઓની જમીનના ૮-અ માં દર્શાવેલ ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર રહેશે. 

લાભાર્થીએ અરજી કરવાની પદ્ધતિ: 

આ યોજના અંતર્ગત ખેડૂતો દ્વારા i-khedut પોર્ટલ પર સ્માર્ટફોન ખરીદી હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજદાર ખેડૂતે અરજીની પ્રીન્ટ આઉટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે.

અરજીઓની ચકાસણી અને પાત્રતા નકકી કરવાની કાર્ય પદ્ધતિ: 

અરજદાર તરફથી i-khedut પોર્ટલ પર મળેલ અરજી સંબંધિત વિસ્તરણ અધિકારી(ખેતી)/તાલુકા અમલીકરણ અધિકારીશ્રી દ્વારા નિયમિત ચકાસણી કરી અરજીની પાત્રતા/બિનપાત્રતા નકકી કરી – iKhedut પોર્ટલમાં પોતાના લોગ ઇન એકાઉન્ટમાંથી યોજના હેઠળની અરજીઓનું પાત્રતા/બિનપાત્રતા સ્ટેટસ નિયમિત અપડેટ કરવાનું રહેશે. સંજોગોવશાત પાત્રતાના સ્ટેટસમાં ફેરફાર કરવાનો થાય તો દિન ૧૫માં જિલ્લા ખેતીવાડી અધિકારીની મંજૂરીથી કરી શકાશે. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ આવા ફેરફાર મંજૂરીના કારણો નોંધવાના રહેશે

અરજીઓની મંજૂરી અને સહાય ચૂકવણી અંગેની કાર્યપદ્ધતિ:

  • (ક) ચાલુ વર્ષે ખેતી નિયામકશ્રી દ્વારા નિયત થયેલ સમય પત્રક મુજબ આ યોજના હેઠળ આઇ- ખેડૂત પોર્ટલ ઉપર અરજીઓ મેળવવાની રહેશે. નિયત કરેલ લક્ષ્યાંક મુજબ એક લાખ લાભાર્થીની સંખ્યા જિલ્લા વાર પ્રો-રેટા બેઝિઝ ઉપર ખેતી નિયામકશ્રી દ્વારા ફાળવી આપ્યા પછી દરેક જિલ્લાને ફાળવેલ લક્ષ્યાંક જેટલી જ અરજીઓ વહેલા તે પહેલાના ધોરણે મેળવવાની રહેશે તથા તેની નિયમાનુસાર લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે પૂર્વ મંજૂરી આપવાની કામગીરી નિયમિત ધોરણે કરવાની રહેશે. નિયત સમય મર્યાદામાં મળેલ કુલ પાત્રતા ધરાવતી અરજીઓની સંખ્યા જે તે જિલ્લામાં ફાળવેલ લક્ષ્યાંક કરતા ઓછી હોય તો ખેતી નિયામક દ્વારા જરૂરિયાત મુજબ આઇ ખેડૂત પોર્ટલની મુદત વધારવા કાર્યવાહી કરવાની રહેશે.
  • (ખ) લક્ષ્યાંકની મર્યાદામાં મળેલ પાત્રતા ધરાવતી અરજીઓને તાલુકા અમલીકરણ અધિકારીએ મંજૂર કરી. સબંધિત અરજદારને પૂર્વ મંજૂરી પત્ર આપવાના રહેશે.
  • (ગ) I-Khedut પોર્ટલમાં મંજૂર કરનાર અધિકારી/કર્મચારીના લોગઇન એકાઉન્ટમાં અરજી મંજૂર કર્યાની ઓનલાઇન નોંધણી કરવાની રહેશે અને યોજના હેઠળના ઘટક માટે મંજૂર કરાયેલ અરજીની સબંધિત અરજદારને તેઓના સરનામે લેખીત/ઉપરાંત જ્યાં શક્ય હોય ત્યાં એસએમએસ (sms)/ઇ મેઇલ/અન્ય વ્યવસ્થાથી પણ જાણ કરવાની રહેશે. 
  • (ઘ) પસંદ થયેલ લાભાર્થીઓનીએ પૂર્વ મંજૂરીના આદેશની તારીખથી દિન.૧પમાં સ્માર્ટફોન ખરીદવાનો રહેશે.
  • (ચ) નિયત સમયમાં સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ અરજદાર ખેડૂતે સહી કરેલ અરજીની પ્રિટઆઉટ સાથે નીચે મુજબના સાધનિક પુરાવા ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારીને રજૂ કરવાના રહેશે. 
    • (i) સ્માર્ટફોન ખરીદી કરેલ હોવા અંગેનું GST નંબર ધરાવતું અસલ બીલા
    • (i) મોબાઇલનો IMEI નંબર,
    • (iii) ૮-અ ની નકલ
    • (iv) રદ કરેલ ચેક
    • (v) આધાર કાર્ડની નકલ 
  • સબંધિત કચેરીએ સાધનિક પુરાવસહ અરજી મળ્યેથી જરૂરી ચકાસણી કરી I-Khedut પોર્ટલ પર અરજીનું સ્ટેટસ અપડેટ કરવાનું રહેશે. ત્યારબાદ અરજદાર ખેડૂત દ્વારા ખરીદવામાં આવેલ સ્માર્ટફોન પર સહાયની રકમનું અરજદાર ખેડૂતને ચુકવણું કરવા સારૂ ખેતીવાડી ખાતાનાં સક્ષમ અધિકારીએ ચુકવણા. દરખાસ્ત તૈયાર કરી ચુકવણાં અર્થે સબંધિત નોડલ એજન્સીને મોકલી આપવાની રહેશે.
  • સંબધકર્તા જિલ્લાઓ તરફથી ચુકવવાપાત્ર દાવાઓ રજૂ થયે નોડલ એજન્સી ગુ.રા.બી.નિગમ.,ગાંધીનગર દાવા હેઠળના લાભાર્થી ખેડૂતના બેંક એકાઉન્ટમાં સહાયની રકમ ECS (Electronic Clearance Service) /RTGS (Real Time Gross Settlement) /એકાઉન્ટપે ચેક/NEFT મારફત ચુકવણી કરવાની રહેશે. 
પરિપત્ર અહી ક્લિક કરો
Official WebsiteClick Here
HomeClick Here