ગુજરાત નાણા વિભાગ ભરતી ૨૦૨૨, ઓફલાઈન આવેદન કરો

ગુજરાત નાણા વિભાગ દ્વારા વિભાગ દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ગુજરાત રાજ્ય ના ઉમેદવારો આ ભરતી માટે આવેદન કરી શકે છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે નીચે આપેલી માહિતી વાંચી ને આવેદન કરી શકે છે.

ગુજરાત નાણા વિભાગ ભરતી ૨૦૨૨

ગુજરાત રાજ્ય નાણા વિભાગ દ્વારા ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ ભરતી ખાલી પડેલી ૦૨ કાયદા અધિકારી માટે યોજવામાં આવી છે. આ ભરતી કોન્ટ્રાકટ આધારિત રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારો નીચે આપેલી સતાવાર જાહેરાત વાંચીને આવેદન કરી શકે છે.

ગુજરાત નાણા વિભાગ ભરતી ૨૦૨૨ – હાઇલાઇટ

વિભાગ નું નામ ગુજરાત નાણા વિભાગ
પોસ્ટનું નામ કાયદા અધિકારી
ખાલી જગ્યાઓ 02
આવેદન ઓફલાઈન
નોકરી સ્થળ ગાંધીનગર

શૈક્ષણિક લાયકાત

  • માન્ય યુનિવર્સિટીની કાયદાના સ્નાતકની ડિગ્રી (L.L.B.)
  • વકીલાતની કામગીરીનો લઘુતમ પાંચ વર્ષનો અનુભવ તે પૈકી નામ. હાઈકોર્ટમાં ઓછામાં ઓછો ૩ વર્ષનો વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો/વિભાગીય કચેરીઓમાં સરકાર વતી નામ. સુપ્રીમકોર્ટ/હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો ૩ વર્ષનો અનુભવ
  • CCC+ કક્ષાનું કમ્પ્યૂટરનું જ્ઞાન
આ પણ વાંચો : જુનાગઢ મહાનગરપાલિકા ભરતી ૨૦૨૨

વય મર્યાદા

આ ભરતી માટે વય મર્યાદા મહતમ 50 વર્ષ નક્કી કરવામાં આવી છે.

પગાર ધોરણ

ગુજરાત નાણા વિભાગ ભરતીમાં કાયદા અધિકારીની પોસ્ટ માટે રૂ. ૬૦,૦૦૦/- માસિક એકત્રિત વેતન ચુકવવામાં આવશે.

નોકરી કરવાનું સ્થળ

ગાંધીનગર, ગુજરાત

આ ભરતીને લગતી અન્ય વિગતો

(૧) ગુજરાતી અને અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ ઈચ્છનીય છે.
(૨) બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તથા બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયામાં Enrolment ધરાવતા હોવા જોઈએ. (૩) અરજી પત્રક સાથે “ઉપસચિવ, નાણાં વિભાગ, સચિવાલય, ગાંધીનગર” ના નામનો રૂ. ૧૦૦/-નોDemand Draft મોકલવાનો રહેશે.
(૪) સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-૧૫ સુધીમાં મળે તે રીતે નાયબ સચિવશ્રી (ક.ગ.), નાણાં વિભાગ, બ્લોક નં. ૪, ૯મો માળ, સચિવાલય, ગાંધીનગરના નામે મોકલી આપવાનું રહેશે. મુદત વિત્યા બાદ મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.
(૫) અરજીપત્રક, જાહેરાત અંગે વિગતવાર માહિતી તથા કાયદા સલાહકારની જગ્યાની બોલીઓ/શરતો અને કામગીરી નાણા વિભાગની વેબસાઈટ https://financedepartment.gujarat.gov.in/index.html પર મૂકવામાં આવેલ છે.

આવેદન કઈ રીતે કરવું?

લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ બંધ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયોડેટા, તાજેતરના પાસપોર્ટ સાઇઝ ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ અરજી સાથે મોકલી શકે છે.

મહત્વપૂર્ણ લિંક

સતાવાર જાહેરાત અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *