Sorry! You are Blocked from seeing the Ads

હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી

હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો : ગુજરાત રાજ્યમાં કાયદેસર રીતે મોટર વાહન ચલાવવા માટે, વ્યક્તિ પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું આવશ્યક છે. લર્નિંગ લાયસન્સ ધરાવતી વ્યક્તિ દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકાય છે. ગુજરાત આરટીઓ દ્વારા મોટર વાહન અધિનિયમ, 1988 ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં લર્નિંગ લાઇસન્સ જારી કરવામાં આવે છે.

હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો

હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો : નવા ડ્રાઇવીંગ લાઇસન્સ માટે લર્નીંગ લાઇસન્સ લેવા માટેની અરજી જરૂરી છે. ગુજરાતમાં જારી કરાયેલ લર્નિંગ લાયસન્સ 6 મહિનાના સમયગાળા માટે માન્ય છે અને કાયમી DL માટે અરજી 30 દિવસ પછી અથવા લર્નિંગ લાયસન્સ જારી થયાની તારીખથી 180 દિવસની અંદર કરી શકાય છે. ગુજરાત લર્નિંગ લાયસન્સ નીચે દર્શાવેલ પ્રક્રિયાને અનુસરીને વ્યક્તિ મેળવી શકે છે.

Sorry! You are Blocked from seeing the Ads
આ પણ વાંચો : તમે મોબાઈલથી ચેક કરી શકશો કે દવા નકલી છે કે અસલી
Sorry! You are Blocked from seeing the Ads

યોગ્યતા

  • ગીયર વિનાના દ્વીચક્રી વાહનનું લાઇસન્સ મેળવવા 16 વર્ષની વય પૂર્ણ કરી હોવી જોઇએ.
  • ગીયર સાથેના દ્વીચક્રી વાહનો, મોટરકાર, ટ્રેક્ટર અને અન્ય બિન ટ્રાન્સપોર્ટ વાહનનું લાઇસન્સ મેળવવા માટે 18 વર્ષની વય પૂર્ણ કરેલી હોવી જોઇએ.
  • ટ્રાન્સપોર્ટ વાહન માટે વ્યક્તિએ 20 વર્ષની વય પૂર્ણ કરેલી હોવી જોઇએ. વધુમાં તેણે ધો8 પાસ કરેલું હોવું જોઇએ તેમજ તેને ઓછા વજનના વાહનો ચલાવવાનો એક વર્ષનો અનુભવ હોવો જોઇએ.

જરૂરી દસ્તાવેજો

  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • જન્મનો દાખલો
  • પાસપોર્ટ
આ પણ વાંચો : 7/12 ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો

સરનામાનો પુરાવો

  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ
  • એલઆઇસી પોલીસી
  • મતદાર ઓળખપત્ર
  • લાઇટબિલ
  • ટેલિફોનબિલ
  • સરનામા સાથેનો મકાનો વેરો
  • સેન્ટ્રલ કે સ્ટેટ અથવા સ્થાનિક સરકારની પે સ્લિપ અથવા અરજીકર્તાનું સોગંદનામુ સરનામાના પુરાવારૂપે રજૂ કરવાનું રહેશે.

અરજી ફી

લર્નીંગ લાઇસન્સ અને ડ્રાઇવીંગ લાઇસન્સની ફી એક સાથે જ ભરવાની રહેશે.

  • લર્નીંગ લાઇસન્સ મેળવવા રૂ. 50 ટેસ્ટ ફી વત્તા રૂ.150 વાહનની કેટેગરીદીઠ આપવા જરૂરી છે.
  • સ્માર્ટ કાર્ડ ડ્રાઇવીંગ લાઇસન્સ માટે રૂ.200 અને વાહનોની શ્રેણી દીઠ રૂ.300 ડ્રાઇવીંગ લાઇસન્સ માટે આપવા જરૂરી છે.
આ પણ વાંચો : તલાટી જુના પેપર 2010 થી 2017 : PDF ડાઉનલોડ કરો

પરિક્ષા પધ્ધતિ

લર્નીંગ લાઇસન્સ મેળવવા, કમ્પ્યુટરથી નોલેજ ટેસ્ટ પાસ કરવી જરૂરી છે.

  • નીતિ નિયમો, ટ્રાફિકના સાઇનેજ(નિશાન) જેવા વિષયો ટેસ્ટમાં સામેલ છે.
  • ટેસ્ટમાં 15 પ્રશ્નો પૂછવામાં આવશે, પાસ થવા માટે તે પૈકી 11 પ્રશ્નોના સાચા જવાબ આપવા જરૂરી છે.
  • પ્રત્યેક પ્રશ્નનો જવાબ આપવા 48 સેકન્ડનો સમય મળશે.
  • ટેસ્ટમાં સફળ ન થનાર વ્યક્તિ 24 કલાકના સમય બાદ ફરીથી ટેસ્ટ માટેની અપીલ કરી શકે છે.
  • જે વ્યક્તિ પાસે લર્નીંગ લાઇસન્સ છે અથવા ડ્રાઇવીંગ લાઇસન્સ છે તે વર્તમાન ડ્રાઇવીંગ લાઇસન્સમાં વાહનની વધારાની શ્રેણી ઉમેરવા અરજી કરી શકે છે, તેને કમ્પ્યુટર પર નોલેજ ટેસ્ટ આપવામાંથી મુક્તિ આપવામાં આવે છે.
  • લર્નીંગ લાઇસન્સ મેળવનાર કોઇપણ વ્યક્તિ તેને મેળવવ્યા બાદ 30 દિવસના સમયગાળા પછી ગમે ત્યારે ડ્રાઇવીંગ ટેસ્ટ આપી શકે છે.
  • જે વાહન માટે ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવા અરજી કરી હોય તે પ્રકારના વાહન ઉપર જ તેનો ડ્રાઇવીંગ ટેસ્ટ લેવામાં આવશે.
  • લર્નીંગ લાઇસન્સ 6 મહિના માટે જ માન્ય ગણાશે, જેથી અરજીકર્તાએ આ માન્ય સમયગાળા દરમિયાન જ ડ્રાઇવીંગ ટેસ્ટ માટે હાજર થવાનું રહેશે.
ઓનલાઈન અરજીઅરજી અહીંથી કરો
એલએલઆર(LLR) નમૂના પ્રશ્ન બેંકઅહીંથી મેળવો
હોમપેજ અહી ક્લિક કરો
Sorry! You are Blocked from seeing the Ads